સોરી, લેખનું શીર્ષક વાંચીને લેખ વાંચવા લોભાયા હો તો પહેલેથી ચોખવટ કે નિરાશ થવાના છો. ઇન્ટરનેટ પર આવી લોભામણી હેડલાઇન્સ અને છેતરામણાં પ્રોમીસ ધરાવતી અનેક વેબસાઇટ્સનો રાફડો ફાટયો છે અને, વાચકોના નિખાલસ ઇ-મેઇલ્સથી લાગે છે કે અનેક લોકો તેમાં સહેલાઈથી ફસાઈ રહ્યાં છે. ઇન્ટરનેટ પર કમાણી કરવાનો વિચાર કરતા હો તો નીચેના મુદ્દાઓ પર ખાસ ઘ્યાન આપજો...
ઇન્ટરનેટ જાદૂઈ ચિરાગ નથી, જે તમને લગભગ કશું કર્યા વિના અઢળક કમાણી કરાવી આપે. અનેક સાઇટ્સ, તમને વેબપેજ કે બ્લોગ બનાવી આપીને, તેને ગૂગલની એડસેન્સ સર્વિસ સાથે લિંક કરી આપી, ધરખમ કમાણીનું વચન આપે છે. જેનો, અફકોર્સ, તેઓ તમારી ચાર્જ વસૂલે છે. ખાસ એ જાણી લો કે ગૂગલના www.blogger.com પર બિલકુલ મફતમાં સરેરાશ બ્લોગ બની શકે છે. આ કામ ઇ-મેઇલ એકાઉન્ટ ખોલાવવા જેટલું જ સહેલું છે. બ્લોગ બન્યા પછી, ગૂગલ એડસેન્સની મદદથી તમારા બ્લોગ પર જાહેરાતો મૂકવાનું કામ પણ સહેલું અને મફત છે.
ઉપલા પોઇન્ટમાં બ્લોગ, એડસેન્સ વગેરે શબ્દો તમે માત્ર સાંભળ્યા જ હોય અને કોઈ કંપની તમારા માટે એ બધું કરીને કમાણી કરાવી આપવાનું વચન આપે તો મહેરબાની કરીને તેના પર ભરોસો કરી, તમારી મહેનતના હજાર રૂપિયા ગુમાવશો નહીં. બેંકની માહિતી તો ન જ આપશો.
જાણવું જ હોય તો, એડસેન્સ શું છે એ થોડું જાણો. આ સર્વિસમાં, ગૂગલ તમારી વેબસાઈટ પરના કન્ટેન્ટને સંબંધિત જાહેરાતો તમારી સાઇટ કે બ્લોગ પર મૂકે છે. એ જાહેરાત આપનાર કંપની ગૂગલને રકમ ચૂકવે છે અને તમારા મુલાકાતી એ જાહેરાત પર કિલક કરે તો ગૂગલ તમને ‘કંઈક’ રકમ ચૂકવે છે. આ ‘કંઈક’નો બધો આધાર, તમારી સાઇટ પર મૂકાતી જાહેરાત માટે ગૂગલને કેટલી રકમ મળી છે તેના પર છે. માત્ર સાઇટ કે બ્લોગ બનાવી દેવાથી આવક શરૂ થતી નથી.
તમારે ઘણા કોઠા ભેદવાના હોય છે. સૌથી પહેલાં તો ગૂગલને તમારી સાઇટ કે બ્લોગ, તેને કંઈક વળતર અપાવે તેવાં લાગવાં જોઈએ. પછી, તમારી સાઇટ કે બ્લોગ પર લોકોને કંઈક એવું રસપ્રદ મળવું જોઈએ, જે જોવા-વાંચવા વધુ ને વધુ લોકો તમારા મહેમાન બને. બીજું, તમારું કન્ટેન્ટ એવું હોવું જોઈએ, જેના સંદર્ભમાં મૂકવા જેવી જાહેરાતો ગૂગલને મળી હોવી જોઈએ. અને છેલ્લે, તમારા મુલાકાતી એ જાહેરાત ફકત જુએ નહીં, પણ એના પર કિલક કરવા જોઈએ.
આ બધાને અંતે પાતળી કમાણી થઈ શકે ખરી, પણ એ માટે સીધા જ ગૂગલ પર વિશ્વાસ મૂકવો અને બધું જ કોઈ રકમ ચૂકવ્યા વિના કરવું. ‘તમે ફકત સિર્ફંગ કરો, કિલક કરતા રહો, અમે તમને પેમેન્ટ કરીશું’ આવાં વચન આપતી અનેક વેબસાઇટ પણ છે. બિલકુલ નવરા હો ને સમય બગાડવો જ હોય તો તમારા જોખમે આવો અખતરો કરો.
મૂળ વાત એ કે ઇન્ટરનેટની દુનિયા આપણી સાચી દુનિયાથી અલગ નથી. અહીં પણ કશું કર્યા વિના, કોઈ આવડત વિના, કમાણી શકય નથી. બીજાને લૂંટનારા અહીં કમાઈ શકે છે, તમારા ભોળપણ/અજ્ઞાન લોભને કારણે. સૌથી પહેલાં લખ્યું તેમ, નિરાશ કરવા બદલ સોરી!‘
source from divyabhaskar(www.divyabhaskar.co.in)
Here You can get informations relatds to computer, mobile, internet, career tips nd tricks, open source, oss(open source software), software cracks, free pdf convertor and lots more ..!!

Comments