r-onlineinformation.blogspot.com સોરી, લેખનું શીર્ષક વાંચીને લેખ વાંચવા લોભાયા હો તો પહેલેથી ચોખવટ કે નિરાશ થવાના છો. ઇન્ટરનેટ પર આવી લોભામણી હેડલાઇન્સ અને છેતરામણાં પ્રોમીસ ધરાવતી અનેક વેબસાઇટ્સનો રાફડો ફાટયો છે અને, વાચકોના નિખાલસ ઇ-મેઇલ્સથી લાગે છે કે અનેક લોકો તેમાં સહેલાઈથી ફસાઈ રહ્યાં છે. ઇન્ટરનેટ પર કમાણી કરવાનો વિચાર કરતા હો તો નીચેના મુદ્દાઓ પર ખાસ ઘ્યાન આપજો... ઇન્ટરનેટ જાદૂઈ ચિરાગ નથી, જે તમને લગભગ કશું કર્યા વિના અઢળક કમાણી કરાવી આપે. અનેક સાઇટ્સ, તમને વેબપેજ કે બ્લોગ બનાવી આપીને, તેને ગૂગલની એડસેન્સ સર્વિસ સાથે લિંક કરી આપી, ધરખમ કમાણીનું વચન આપે છે. જેનો, અફકોર્સ, તેઓ તમારી ચાર્જ વસૂલે છે. ખાસ એ જાણી લો કે ગૂગલના www.blogger.com પર બિલકુલ મફતમાં સરેરાશ બ્લોગ બની શકે છે. આ કામ ઇ-મેઇલ એકાઉન્ટ ખોલાવવા જેટલું જ સહેલું છે. બ્લોગ બન્યા પછી, ગૂગલ એડસેન્સની મદદથી તમારા બ્લોગ પર જાહેરાતો મૂકવાનું કામ પણ સહેલું અને મફત છે. ઉપલા પોઇન્ટમાં બ્લોગ, એડસેન્સ વગેરે શબ્દો તમે માત્ર સાંભળ્યા જ હોય અને કોઈ કંપની તમારા માટે એ બધું કરીને કમાણી કરાવી આપવાનું વચન આપે તો મહેરબાની કરીને તેના...
Here You can get informations relatds to computer, mobile, internet, career tips nd tricks, open source, oss(open source software), software cracks, free pdf convertor and lots more ..!!