r-onlineinformation.blogspot.com જિલ્લાઓના મુખ્ય મથકોએ પણ પ્રસારણ કરાશે રાજ્યની સ્વર્ણિમ જયંતિની ઉજવણીના ભવ્ય શુભારંભ સમારોહ વંદે ગુજરાત-મેગા ઈવેન્ટનું સાત ટી.વી. ચેનલો જીવંત પ્રસારણ કરશે. આવતીકાલ,શનિવારે સાંજે ૬ વાગ્યે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમથી વંદે ગુજરાત -મેગા ઈવેન્ટનું ઈ-ટીવી (ગુજરાતી), ટી.વી.-૯,સંસ્કાર ચેનલ, આસ્થા, સાધના, બીઝ ન્યૂઝ અને જી.ટી.પી.એલ. નેટવર્ક જીવંત પ્રસારણ કરાશે.આ ઉપરાંત ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુ.જીએસડબલ્યુએએન.જીઓવી.ઈન અને ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુ.ગુજરાતઈન્ડિયા.કોમ પરથી પણ આ સમગ્ર સમારોહનું વેબકાસ્ટ કરાશે. દેશમાં પહેલીવાર યોજાતા આ પ્રકારના સ્ટેડિયમ કાર્યક્રમાં આધુનિક ટેકનોલોજીના કલા સંયોજન અને લાઈટ સાઉન્ડનો અદ્દભૂત ઉપયોગ કરાયો છે. સરદાર પટેલ સ્ટેડિયમમાં ૩૫થી ૩૭ હજાર લોકો આ કાર્યક્રમને માણી શકે એવુ આયોજન કરાયું છે. તમામ જિલ્લા મથકોએ વિશાળ સ્ક્રીન દ્વારા આ કાર્યક્રમનું જાહેરમાં જીવંત પ્રસારણ કરાશે.અમદાવાદમાં કાંકરિયા, બાપુનગર વિજયચોક, વસ્ત્રાપુર તળાવ, મ્યનિસપિલ મારકેટ પાસેના જોગર્સ પાર્કમાં ગોઠવવામાં આવેલા મોટા પડદા પર પણ જીવંત પ્રસરાણ કરાશે.
Here You can get informations relatds to computer, mobile, internet, career tips nd tricks, open source, oss(open source software), software cracks, free pdf convertor and lots more ..!!